Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

સારા સમયની આશા

સારા સમયની આશા

1 min
6


જીવનમાં મુસીબતો છે છતાં પણ,

હું શાંતિપૂર્વક જીવન જીવી રહ્યો છું,

હસતાં મુખે જીવનની મુસીબતોનો,

અડગતાથી હું સામનો કરી રહ્યો છું,


સ્વજનોએ બરબાદ કર્યો છતાં પણ,

હું તેમના ષડયંત્રને નિહાળી રહ્યો છું,

તેમની ભૂલોનો પસ્તાવો થાય તેવી,

ઈશ્ચરને પ્રાર્થના હું કરી રહ્યો છું,


સમાજે અપમાનિત કર્યો છતાં પણ,

હું રસ્તામાં ગર્વપૂર્વક ચાલી રહ્યો છું,

મુજને ફરીથી તેઓ પ્રેમથી બોલાવે,

તે સમયની વાટ હું જોઈ રહ્યો છું,


મન મારૂં બેચેન થયું છે છતાં પણ,

હું નિર્મળ બનીને જીવી રહ્યો છું,

મારો પણ ફરી સમય આવશે "મુરલી",

તેવી આશા રાખીને હું બેસી રહ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational