STORYMIRROR

Shaurya Parmar

Inspirational Others

4  

Shaurya Parmar

Inspirational Others

સાપે ગળ્યો ઉંદર !

સાપે ગળ્યો ઉંદર !

1 min
479


શાંતિથી સુણજો આપ,

એક હતો સાપ,

મારતો દરેકને ડંખ,

કહેતો, હું અહીંનો બાપ !


ત્યાં નીકળ્યો નાનો ઉંદર,

ઊછળે જાણે સમંદર,

કંઈક મસ્તી એના અંદર,

મજાનો અને સુંદર,


ઊભો હતો ત્યાં સાપ,

કહે, બધા ડરે છે મારાથી,

હે ઉંદર, તું પણ થરથર કાપ,

હતો ડાહ્યો ઉંદર,

દીધો તેને જવાબ,

શાંતિથી જીવ ભાઈ,

જીંદગી દીધી છે સુંદર,


થયો ગુસ્સે સાપ,

વગર વિચાર્યે ગળ્યો ઉંદર,

બરાબર ગળે પહોંચતા,

ચોંટ્યો જાણે ગુંદર,


ઉંદર મહીં હસ્યા કરે,

માર ફૂંફાડા માર !

અહંમ હતો તને,

ભારોભાર !


સાપ મૂંગો ફર્યા કરે,

હવે કોણ તેનાથી ડરે ?

ના બોલાય, ના કેહવાય,

ના મરાય ફૂંફાડો,

આમા ઉંદરનો મોટો ફાળો,


બોલાય નહીં સાપથી,

માટે અરજી કરે જાય,

ઉંદર મારો બેટો એવો,

ના બાહર નીકળે,

ના ગળાય,


સાપ અરજ કરી વિનવે,

બાહર કાઢો ઉંદર,

બધા વિનવે ને કહે,

માની જાવ ઉંદર,


અંદરથી બોલ્યો ઉંદર,

પહેલા માફી માંગે સાપ,

અહીં ફક્ત એકજ છે,

મારો રામ સૌનો બાપ !


સાપ રડ્યો બરાબર,

સામે ઊભા ચાર જણ,

ઉંદર કહે વાહલા,

પાપ તારા ગણ !


ઉંદર નીકળ્યો બાહર,

શ્વાસ લે છે સાપ,

ફરી કોઈ વાર મળે જો ઉંદર,

સાપ કહેતો, ઓ બાપ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational