સાહિત્યની ધ્વજા
સાહિત્યની ધ્વજા
સાહિત્યનો સાધક બનવું છે મારે
શબ્દોની પગદંડી પર ચાલવું છે,
સાહિત્યના સોપાન ચડીને મારે,
સાહિત્યનું શિખર સર કરવું છે.
શબ્દોની માયાજાળ તોડીને મારે,
વ્યાકરણના ભેદને પારખવો છે.
અલંકારોનો મહિમા સમજીને મારે,
કાવ્યોની સુંદરતા વધારવી છે.
મનનાં ભાવ કલમમાં ઉતારીને મારે,
મધુર શબ્દ રચનાઓ લખવી છે,
સાહિત્યનું અમૃતપાન કરીને મારે,
કાવ્યમાં અમૃત ધારા વહાવવી છે.
કાવ્ય રચનાઓનું ગાન કરીને મારે,
સાહિત્ય પ્રેમીઓને ડોલાવવા છે,
સાહિત્યના શિખરે ચડીને "મુરલી",
સાહિત્યની ધ્વજાને ફરકાવી છે.
