STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

સાહિત્ય અને સંગીત

સાહિત્ય અને સંગીત

1 min
434

સાહિત્ય અને સગીતના સંગે,

શબ્દોની બંદિશ બનાવું છું.

રાગ-રસનો સમન્વય કરી ને,

શબ્દોના ભાવને વહાવું છું.


સંગીતના સાગરને વિશાળ માનીને,

શબ્દની ઊંડી ખાણ અનુભવ્યો છું.

સરગમોની માળા બનાવીને,

શબ્દોના મોતીથી સજાવું છું.


સંગીતની મીઠી મહેંક ફેલાવીને,

શબ્દોના મોતીને ચમકાવું છું.

રાગોની રસભરી બંદિશથી,

શબ્દોનુ મહત્વ હું વધારું છું.


સંગીતના મધુર રાગો ગાઈને,

નાદ બૃમ્હને જગાડુ છું,

શબ્દની રચનાના પ્રભાવથી,

સાહિત્ય પ્રેમીઓને ડોલાવું છું.


સંગીત અને સાહિત્યના રસની,

અગત્યતાને હવે સમજ્યો છું.

કલાકાર અને કવિ રૂપે "મુરલી"

મહેફિલમાં જાદુ ચલાવું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational