સાધક શિક્ષક
સાધક શિક્ષક


બાળકની સુષુપ્ત પ્રતિભા આેળખનાર શિક્ષક,
ઉત્તમચારિત્ર્યથી નાગરિકનું નિર્માણ કરે શિક્ષક,
ગામનો વિકાસ અને શાળાની શાન છે શિક્ષક,
સમાજમાં જાગૃતતા કેળવી દિશાદર્શક શિક્ષક,
સંસ્કૃતિ અને પરંપરાને જાળવનાર શિક્ષક,
નિરક્ષરતા નાબૂદ કરવા તત્પર રહેતો શિક્ષક,
દૃશ્યશ્રાવ્ય સાધનોથી છાત્રોને સમજાવે શિક્ષક,
માતાપિતા, વડીલો અને દેશને બિરદાવે શિક્ષક,
સરસ્વતી ઉપાસક અને જ્ઞાનનો સાધક શિક્ષક,
બાળકોનાં સ્નેહનું સાચું સરનામું બનતો શિક્ષક.