સાદગી
સાદગી
જગમા કહેવાય કે શક્તિ છે તું ઘરની માં,
જરૂર છે તને એક સારી રંગતની.
જીતી લે આખી દુનિયા તારી સાદગી થી,
કે જગાડી દે તું ઈચ્છાઓ મમતાની રંગત થી.
નથી મળ્યો કે ન મળશે કદીય તને કદરદાની,
તારી સાદગીને કયાં જરૂર છે કોઈના રંગતની.
હાર ન માનજે કદી દુનિયાની ઠોકરોથી,
શોધી લે જાતે તારી સાદગીની રંગતથી.
કરજે મા તને ગમતુ તારી ભાવનાની સાદગીથી,
દીલની રાણી છે તું તારા મનના રંગતથી.
મા તારી સાદગીની સુવાસ પ્રસરે છે,
તારી રંગતમા હર દુઃખ ભુલાય છે.