STORYMIRROR

Chetan Gondaliya

Inspirational Others

4  

Chetan Gondaliya

Inspirational Others

રણ ને લાગી છે તરસ...

રણ ને લાગી છે તરસ...

1 min
263

રણને લાગી છે તરસ, જામ પીવા દે સાકી !

એ તરસ છે, ગુલાબની, જામ પીવા દે સાકી !


કદાચ 

એવું પણ બને કે રણ, રણ મટીને,

મઘમઘતાં ગુલાબોનું વન બની જાય સાકી !

જામ પીવા દે સાકી !


આ સામે ઘૂઘવે મહોબતનો મેં'રામણ,

બસ, એક અંજલિ પીવા દે સાકી !

રણને લાગી છે તરસ,

જામ પીવા દે સાકી !


ધોમ-ધખતો પડ્યો છે તાપ,

બસ, શીતળ-સાગરે ડૂબવા દે સાકી !

જામ પીવા દે સાકી !


દગ્ધ હૈયાંની હમણાં જ વળી છે રાખ, 

જરા મોક્ષ-તર્પણ કરવા દે સાકી!

જામ પીવા દે સાકી !


તરસનો પ્હેરો કંટાળો ગળે,

એ તરસ ગુલાબી છિપાવવા દે સાકી ! 

જામ પીવા દે સાકી !


રણને લાગી છે તરસ,

જામ પીવા દે સાકી !

એ તરસ છે, ગુલાબની,

જામ પીવા દે સાકી !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational