રક્ષાબંધન - એક ઉત્સવ
રક્ષાબંધન - એક ઉત્સવ


મારો દેશ ભારત, છે તહેવારોનો,
તહેવારો ને લોક ઉત્સવ બનાવે,
એ તહેવારમાં એક વિશેષ તહેવાર,
રાખી બંધનનો છે, આ તહેવાર,
ભાઈ બહેનની પ્રીતને આજે,
સૌ તહેવારમાં મનાવે,
એ કાચા સૂતરની અતૂટ ગાંઠ,
જીવનભર નિભાવે ભાઈબહેન,
જુએ પ્રેમ ભાઈ, મોટી બહેનમાં,
'મા' ના પ્રેમનો અણસાર થાય,
એ સ્નેહના બંધન, મોટા ભાઈના,
હુંફ અને સહાય કરે, નાની બહેનને,
નાની બહેનની નખરાળી હરકત,
એ હરકતને ભાઈ, આનંદ ગણે છે,
આવે એક વાર સ્નેહ બંધન,
ઉત્સવ રૂપે, એ મનાવે,
પણ એ સ્નેહ સાગરનો દરિયો,
જીવનભર નો સાથ રહે છે,
તહેવારોનો આ ભારત દેશ,
વિવિધ તહેવારો ને ઉત્સવ બનાવે.