Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Patel

Inspirational Others

4.0  

Purvi Patel

Inspirational Others

રિસામણાં

રિસામણાં

1 min
215


રિસામણાં ને મનામણાં,

આમ તો સહજ કહેવાય,

બાળપણની આવી હરકતો,

આમ તો સહજ કહેવાય,


પણ મોટા થયા પછી,

રોજ-રોજ આમ રીસાવાનું,

આ તો કંઈ રીત કહેવાય ?

રીસાઈને આમ નહીં બોલવાનું,

સરાસર અન્યાય કહેવાય,


અન્ન ને જળ ત્યાગવાનું,

ખુદ પર એ જુલમ કહેવાય,

તને મનાવવા શું દર વખતે,

મારે જ પહેલ કરવાની ?

આ તો કેવી રીત કહેવાય ?


ચાલ, છોડ હવે રીસાવાનું,

ને મારે જ મનાવવાનું,

જીવન ભલે લાગે લાંબું,

પણ પળમાં વહી જશે,

તો છોડ બધી માથાકૂટ,

ને ચાલ કરીએ નવી શરૂઆત,

મનમેળ કરીએ ને,

સમજદારીથી રહીએ,

અને જીવનની મધુરતા માણીએ.


Rate this content
Log in