રિસાળ
રિસાળ
મેં છોડયો છેડો, ને છોડ્યા હતા આપ્તજન,
છોડી હતી વર્ષોની ભેગી કોઈની આશ,
છોડ્યું ખેતરને મૂક્યાં વિવેક ફરજ પાર;
આંખો ભાળતી વળી લળી, છોડ્યું તે ઘર,
શું આવી ચડ્યો પરદેશે ? રડે કોરી રહી આંખ
ગીરવે ગયું ઝમીર, રાખ્યો કેદારો નરસી જેમ,
પાય અવળા, કરી કેમ ચાલય તે હવે સમજાય,
આંખની ભરાયેલી વેલને, વહેતા અભરખા નડે,
દાનડું ઉઝરડાય ને રક્તટશિયા ફૂટે નહીં
સાત સમંદરે હજીયે આ રડતું દિલ પોકારે,
જા જીવ બાપલા, પાછો છોડી કાળના વ્હેણ
નથી તું કોઈ નદી કે ઉપરવાસ વહેવી ના શકે,
ભારો મૂકી રેઢો ભૂતનો, નથી વેઠિયો તું શેઠિયો માન
આંખ મળી ને ખેતર જોયું બે કર કરી ઊંચા મને વારતો –
એ મારી ભ્રમણા ? ના રિસાળને રીઝવતો એ બાપુ હતો ?!