STORYMIRROR

Drsatyam Barot

Inspirational

3  

Drsatyam Barot

Inspirational

રામના નામે વોટ

રામના નામે વોટ

1 min
27.3K


રામના નામે વોટ માગી,

બંગલો પોતાનો ચણે છે.

દેશ સેવાની વાત ખોટી,

પોત-પોતાનું ઘર ભરે છે.

સાવ બોદો માણસ બનીને,

વોટ માટે રમતો રમે છે.

દેશ મરતો ભૂખે ભલેને,

તું મીઠાઈ, માવા જમે છે.

ઘર ભરાતું તારું નથી ને,

રામ ઘરની વાતો કરે છે.

તું ખુદાની ચિંતા જવા દે,

રામ, તો ક્યાં બેઘર ફરે છે.

જાત તારી ઓળખ ભલા, તું,

રામ ક્યાં જાતોમાં વસે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational