STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

રામ રમકડું.

રામ રમકડું.

1 min
522


રામ રમકડું જડિયું રે રાણાજી મુને...રામ રમકડું જડિયું.

રુમઝુમ કરતુ મારે મંદિરે પધાર્યું,

નહિ કોઈને હાથે ઘડિયું રે….રાણાજી મુને..

મોટા મોટા મુનિજન,મથી-મથી થાક્યાં,

કોઈ એક વીરલાને હાથ ચડયું રે…રાણાજી …

સોન શિખરના રે ઘાટ થી ઉપર,

અગમ અગોચર નામ પડયું રે…રાણાજી…

બાઈ મીરાં કહે પ્રભુ ગીરીધર નાગર,

મારું મન શામળિયા શું મળિયું રે…રાણાજી…


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics