STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

હરિવર મૂક્યો કેમ જાય?

હરિવર મૂક્યો કેમ જાય?

1 min
264


હરિવર મૂક્યો કેમ જાય? સાહેલી, હવે હરિવર મૂક્યો કેમ જાય?

નંદકુંવર સાથે નેડલો બંધાયો, પ્રાણ ગયે ન છુટાય ... સાહેલી હવે.

ઘેલી કીધી મને ગોકુળના નાથે, મોરલીના શબ્દ સુણાય,

બાલા રે પણથી પ્રીતિ બંધાઈ, હૈયાથી કેમ વિસરાય? ... સાહેલી હવે.

મૈયર તજ્યું ને તજ્યું સાસરિયું, ત્યાગ્યાં છે સર્વ સગાંય,

બાંહ્ય ગ્રહ્યાની લાજ રાખજો દયાળુ, સ્નેહીને દુઃખ ન દેવાય ..સાહેલી હવે.

આ અવસર હરિ આવી મળો, તો વ્રેહનો અગ્નિ ઓલાય,

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, દર્શન દ્યો વ્રજરાય. ...સાહેલી હવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics