STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

હીરા માણેકને મારે શું કરવું?

હીરા માણેકને મારે શું કરવું?

1 min
404


શું કરવું, મારે શું કરવું છે રે?

હીરા માણેકને મારે, શું કરવું?

મોતીની માળા રાણા, શું કરવી છે?

તુલસીની માળા લઈને પ્રભુને ભજવું છે રે... મારે હીરા.

હીરના ચીર રાણા, શું રે કરવા છે?

ભગવી ચીંથરીઓ પ્હેરી મારે ફરવું છે રે... મારે હીરા.

મહેલ ને માળા રાણા, શું રે કરવા છે રે?

જંગલ ઝૂંપડીએ જઈને મારે વસવું છે રે... મારે હીરા.

બાઈ મીરાં કહે પ્રભુ, ગિરધર નાગર,

અમર ચૂડલો લઈને મારે ફરવું છે રે... મારે હીરા.


Rate this content
Log in

Similar gujarati poem from Classics