રાજ્ય વ્યવસ્થા
રાજ્ય વ્યવસ્થા


જન્મતા ભાગ્યશાળી રાજ્ય શાસનમાં રાજા,
કોઈક વળી બળવો કરી બનતા રાજા તાજા.
બાપ બેટાને પુરતા રાજ્યની ધુરા સંભાળવા,
બેટો બાપને રાખતા કારાગાસ સજા ગાળવા.
કોણ ધુરા ધરશે ભાઈ પ્રજાને શા માટે પૂછવું,
જરૂર પડે તો ગંદકી લોકને દેહ નાખી લૂછવું.
ક્યાંક પ્રજા જાતે મતદાનથી શાસક ચૂંટતી,
પછી કોઈક રાણી પ્રેમ તો કોઈક ધન લૂંટતી.
બે ચરણમાં યોજાય નેતા ચૂંટણી હરેક વરણે,
પહેલા નેતા પ્રજાના પછી પ્રજા નેતાના ચરણે.
જેવો રાજા તેવી જ પ્રજા હોય જ્યાં રાજાશાહી,
જેવી પ્રજા તેવો રાજા ચાલે જ્યાં છે લોકશાહી.
જન્મતા ભાગ્યશાળી રાજ્ય શાસનમાં રાજા,
પ્રજાના નસીબે ટકે શેર ભાજી ટકે શેર ખાજા.