STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

રાઝ તારા હૈયાનું મને જાણવા દે

રાઝ તારા હૈયાનું મને જાણવા દે

1 min
17

તારી હૈયાની ભીતર પ્રવેશવા દે,

રાઝ તારા હૈયાનું મને જાણવા દે.


ચાહું છું તને જાત કરતા પણ વધારે,

સ્થાન મારું, તારા હૈયે મને પામવા દે.


કહેવા ખાતર માત્ર પ્રેમ નથી જોઈતો,

તારા રુહથી રૂહનો નાતો મને જોડવા દે.


ઝંખના નથી મને શારીરિક મિલનની,

તારા રૂહને મારા રૂહમાં ભળવા દે.


ભૌતિક સંપતિનો કોઈ મોહ નથી મને,

તારા દિલની દૌલત મારા નામે કરવા દે.


જરૂર નથી મને કોઈ મોટા મહેલોની,

તારા દિલમાં મને કાયમ રહેવા દે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance