STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Romance

પવિત્ર પ્રેમ

પવિત્ર પ્રેમ

1 min
315

કોઈની સામે જોવાથી કદી પ્રેમ થતો નથી,

નજરથી નજર મળ્યા વિના જામ છલકાતો નથી.


કોઈ દિલથી પ્રેમ કરે તો તેનો તિરસ્કાર થતો નથી,

કોઈ બેવફાઈ કરે તો તેને ઇન્સાન કહેવાતો નથી.


કોઈ પ્રેમને રમકડું સમજે તેને ખેલાડી કહેવાતો નથી,

કોઈ રોજ નવો પ્રેમ શોધે તેને ફરિશ્તો કહેવાતો નથી.


બે દિલ વચ્ચેના બંધનમાં કદી અંતર ગણાતુ નથી,

જ્યાં પ્રેમ વહે છે તેને કદી મજબૂરી કહેવાતી નથી.


મતલબથી પ્રેમમાં પડે તો તેને પ્રેમ કહેવાતો નથી,

પથ્થરો-ઠોકરો ખાધા વિના "મુરલી" મજનૂ બનાતું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance