પૂર્વગ્રહ
પૂર્વગ્રહ
અહીં ના કોઈને કોઈ ગ્રહ નડે છે,
બધાને તો અંદરનો વિગ્રહ નડે છે,
નજર ફેરવે જો એ સામા મળે તો,
ઘરે લઈ જવાનો એ આગ્રહ નડે છે,
મારો જીવ પણ આપું જો માંગે તો એ,
મને લાગણીઓનો સંગ્રહ નડે છે,
જો ભીતરથી હો સ્વસ્થ મન આપણું તો,
કોઈ જાતનો ના એ પૂર્વગ્રહ નડે છે,
આ સાધૂ ને સંતોનો શું વાંક ગણવો,
મને મારી ઈચ્છાનો પરિગ્રહ નડે છે.
