પૂનમ નો ચાંદ
પૂનમ નો ચાંદ
આજ ચાંદ ઉગ્યો છે હથેળી માં,
તોય ચારેકોર અંધારૂં.....
આજ ઉગ્યો પૂનમનો ચાંદ...
તોય સૂનો અંધકાર....
મારી કવિતા પણ તું,
અને ઉછળતો દરિયો પણ તું ...
અંતર ના ચોપડે મારી વેદનાં,
જણાવું તને....
મોકલું હું તને કોરો કટ કાગળ....
છતાં પણ તું વાંચી લઈશ..વિશ્વાસ છે,
શબ્દોની ક્યાં જરૂર છે.
તું આંખો થી સઘળું વાંચે છે..
તું મારો સાગર થઈ ઉછળીયા કરજે,
હું સરિતા થઈ તેમાં સમાવું..
તું થાજે સોણલા સપના મારાં..
હું નિંદરડી થઈ આવું...