STORYMIRROR

Chetan Gondaliya

Inspirational Others

3  

Chetan Gondaliya

Inspirational Others

પુલવામાં શહીદો

પુલવામાં શહીદો

1 min
274

હે વીરો, ઉઠો જાગો, સાંભળો,કશ્મીર-ક્રંદન

ત્યાં અગણિત ચહેરા વલવલે, ઘા - આંસુ લૂંછાવાની રાહમાં,

એવાં અસંખ્ય ઝખ્મ તલસી રહ્યા "બદલા"ના મલમ,

કેટલાય કચડાયાં ખીલતા પહેલા જ બાળ-ફૂલો - નવ જુવાન વૃક્ષો !


'ને ભેંકાર બની શોધ રડતાં ઘર-ખંડેરો

અરિ-દેશથી ઉધાર લીધેલકાળા રંગની બુકાનીઓ,

કાળી કલાશ્નિકોવ રાઇફલોએ,

નવ-શોણિત શુરવીરોના રક્તનો કર્યો,

ઉત્સાહી કસુંબલ રંગ દુષિત,

જાગો, ઝટ ઉઠો...!! ફક્ત ચાલો જ નહિ, દોડો !


એ કશ્મીર તરફ જ્યાં પિતાની કાંધે બેટાની અર્થી,

સાવ સહજ છે હવે તો,

મંદિરોની પવિત્રતા હરિ લેવાઈ છે, જ્યાં.

કોઈ આંખે ઊંઘ નથી, સોનેરી સ્વપ્નો તો કલ્પનાતીત


શિકારાઓમાં સહેલાણીઓ નહિ, શિકારીઓ નીકળેછે,

ભૂ-સ્વર્ગમાંથી નર્કમાં થયું તબદીલ,

ડર, ફફડાટથી જ ધડકે હર દિલ,

ધબકારોનું થયું છે અકાળ-મૃત્યુ,

જાગો, ઝટ ઉઠો ! ચાલો નહિ દોડો.


ગીચ, ગંદા, સાંકડા, પત્રા-તાલપત્રીઓના રેફ્યુજી કેમ્પોમાં,

હિજરાય, ખેંચાય, ઢસડાય અધમૂવુ પંડિત-જીવન,

એના માટે ઝટ ચાલો નહિ, દોડો !

સુકવી નાંખો દયા-નિર્જર,

સંયમ તો ક્યારનો યે સડી ચુક્યો છે,

ઉઠો ચાલો નહિ દોડો.


સો ગાળ સહ્યા પછીતો, કૃષ્ણે'ય માર્યો હતો શિશુપાલ,

ઉઠો, નરસિંહ-નખ પ્હેરી ફાડી નાંખો ખાલ,

બલિ-પ્રથા ચાલુકરો ફરી, મા-ભારતી માંગે રિપુ-બલિ,

ઘરના ગદ્દારો ભરી પીવાશે, બે કોળિયેય આયખું જીવાશે,

ઉઠો, ચાલો નહિ દોડો !


બે ચીંથરે'ય ભર-ભર હરખાસુ, 

પણ આપણા જવાનોની વ્હારે ધાશું,

કૂટનીતિનો કળથી, બર્બરતાનો બળથી,

તાતો જવાબ જાગે નવભારતના ઉરથી,

ઘા સહ્યાં ઘણાં, હવે એમની આંખો ફોડો,

જાગો, ઉઠો, શસ્ત્ર લહેરાઓ, અવિલંબ દોડો !


સમય સરકે છે, ૪૪ -પુલવામાં શહીદ-ઘર કણસે છે,

માટે જ ઉઠો, ચાલો જ નહિ દોડો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational