પટોળાંની પ્રીત
પટોળાંની પ્રીત
પાટણ શહેરના પટોળાની છે વાત
એની જગમાં અનોખી છે ભાત,
હાથ કારીગરીથી બંને મજબૂત
જાય નહી રંગ એવા છે સબૂત,
ટકાઉ એવા વર્ષો સુધી રહે સાજા
જગમાં એ મળે ખૂબ જ મોંઘેરા,
જેવી છે ભાત એવા એના મૉલ
જે પહેરે એના વધી જાય મૉલ,
સાળવી જાતીની બનાવવાની રીત
જગમાં સૌએ જાણી પટોળાની પ્રીત.
