પૃથ્વીનાં આવરણો
પૃથ્વીનાં આવરણો
પૃથ્વીનાં આવરણો છે ચાર
ચાલો આજે આવરણને અનુભવીએ
રંગ રૂપ છે એમના ઘણાં
ચાલો આજે આવરણ માણીએ,
માટીનું બનેલું મૃદાવરણ આવરણ છે
મકાન ઉદ્યોગ તેના પર બાંધી લઈએ
ચાલો આજે આવરણને માણીએ,
પાણીનું બનેલું જલાવરણ આવરણ છે
વહાણ સ્ટીમર તેના પર ચલાવી લઈએ
ચાલો આજે આવરણને માણીએ,
વાયુનું બનેલું વાતાવરણ આવરણ છે
પ્રાણવાયુ શ્વાસમાં ભરી લઈએ
ચાલો આજે આવરણને માણીએ,
જીવોથી બનેલું જીવાવરણ આવરણ છે
મનુષ્યો બની જીવી લઈએ
ચાલો આજે આવરણને માણીએ.
