પ્રથમ મુલાકાત
પ્રથમ મુલાકાત
એની પ્રથમ મુલાકાત મારા હૈયે પ્રેમ જગાવી ગઈ,
એની નશીલી આંખો મારામાં હલચલ મચાવી ગઈ,
નજરોના તીરથી મારા હૈયાને એ ઘાયલ કરી ગઈ,
કોણ જાણે કેવો જાદુ એની પાયલ કરી ગઈ !
નીંદ મારી આંખોની એ ભગાવી ગઈ,
મારી આંખડીને રાતભર એ જગાવી ગઈ,
બની ગઈ હું એના પ્યારમાં પાગલ,
મારા હૈયે ધાંધલ ધમાલ એ મચાવી ગઈ,
મારા અંધકાર ભરેલા જીવનમાં ઉજાસ એ ફેલાવી ગઈ,
હૈયે પ્રેમના નવા રંગો એ રેલાવી ગઈ,
મારા નસનસમાં એ લોહી બની વહી ગઈ,
હું તો દંગ બનીને એને જોતી જ રહી ગઈ.

