પ્રશ્ન
પ્રશ્ન
યાદ રાખવું છે તે યાદ રહેતું નથી,
યાદ જે રહી જાય છે તે ભૂલી શકાતું નથી,
રસ્તો મળતો નથી, કોઈ દિશા સૂઝતી નથી !
પ્રશ્ન એ છે કેેે હવે શું કરવુંં ?
એકલા હાથે લડીશ તો હારી જઈશ,
નહી લડું તો સંબંંધો ને હારી જઈશ,
બંને બાજુ કૂવો છે પડું કે ઊભો રહું ?
પ્રશ્ન એ છે કે હવે શું કરવું ?
કહી દઉં જો વાત હૃદયની તો રિસાઈ જશે તેે,
નહી કહું તો લાગણી ભીતરથી ખાઈ જશેે મનેે,
ખબર નથી પડતી, કહી દઉં કેે ચૂપ રહું ?
પ્રશ્ન એ છે કે હવેે શું કરવું ?
હાથમાં રહેશે તો હાથ બળી જશે,
ફેંકી દઉં નીચે તો દીવો ઓલવાઈ જશે,
દીવો બચાવું કે હું બળી જાઉં, કહો કે શું ઉપાય કરુંં ?
પ્રશ્ન એ છે કે હવે શું કરવું ?
