Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra R. Amin

Inspirational Others

3  

Mahendra R. Amin

Inspirational Others

પરમાત્મા ...!!

પરમાત્મા ...!!

1 min
117


નથી પરમાત્મા એવી કોઈક ખરીદાતી વસ્તુ,

જે નથી મેળવી શકાતા એ ભરાયલા હાટમાં,


નથી પરમાત્મા એવા ભજનોના કોઈક શબ્દો,

જે નથી મળી શકતો રોજ ગવાતાં ભજનોમાં,


પરમાત્માની નથી હોતી કોઈ અબોલ પ્રતિમા,

જે કદી નથી મળતો સોનાથી મઢેલા મંદિરોમાં,


નથી પરમાત્મા કોઈ અવતાર ધરતો એ માનવ,

જે કદી ના મળે કહેવાતા આ દંભી સમાજમાં,


પરમાત્માની શોધમાં બન્યો કેમ તું કસ્તુરીમૃગ,

તારી ભીતર બેઠો એને જગાડ એ શિવલિંગ,


'મૃદુ'ના શબ્દો જીવનમાં જ પરમાત્માને ભાળે,

એને પામવા એના બની ભીતર ઓગળવું પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational