Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra R. Amin

Others

4  

Mahendra R. Amin

Others

આ દરિયો

આ દરિયો

1 min
222


અવનીના દિલે હેતથી લહેરાય છે આ દરિયો,

ઘણું સંઘરીને દિલમાં બેઠો છે એ આ દરિયો.


શૈલપુત્રી સરિતા સ્નેહે સ્વીકારાય આ દરિયો.

સરિતા સંગે ભળી એકરૂપ રહે એ આ દરિયો.


'કાઈનેટિક' જેવું જહાજ ડૂબાડયું આ દરિયો,

'વીજળી' સો દુલ્હાને સમાવ્યા એ આ દરિયો.


ઊંચા ઊંચા પહાડ ડૂબે એવો છે આ દરિયો,

ખનીજે ભર્યો એવો ભંડાર છે એ આ દરિયો.


જળ જીવતરનો જે તારણહાર છે આ દરિયો,

ધરા જીવતરને કદી ના જ સહે એ આ દરિયો.


સોનાની શ્રદ્ધેય દ્વારિકા ડુબાડી છે આ દરિયો,

નવ રસ ભરી ભરી સબરસ દે એ આ દરિયો.


ધરા ગગનના દિલે પ્રેમની આહટ આ દરિયો.

નભનાં આંસુ વરસાદ બની આવે આ દરિયો.


'મૃદુ'ના દિલે શબ્દગાથા બને છે આ દરિયો,

હરેક કિનારે લહેર બની પથરાય આ દરિયો.


Rate this content
Log in