પ્રમાણ આપવું પડે
પ્રમાણ આપવું પડે
વિશ્વાસની જ્યાં હોય કસર પ્રમાણ આપવું પડે.
સંશયની જ્યાં હોય અસર પ્રમાણ આપવું પડે.
નથી જરુરત સાબિતીની સત્યને હોતી કદીએ,
શ્રદ્ધા જો ખૂટી ગઈ અગર પ્રમાણ આપવું પડે.
કરુણતા કેટલી કે સચ્ચાઈને કસોટી દેવી પડે !
દલિલોના દરિયા હો અંદર પ્રમાણ આપવું પડે.
નથી એ જરુરી કે પ્રમાણ હરહંમેશ સાચું હો,
એકમેકની થાય નહીં કદર પ્રમાણ આપવું પડે.
વાત છે આખરે શંકા તણા નિર્મૂલનની ઊભયે,
ખૂટી જાય સામેનાની સબર પ્રમાણ આપવું પડે.
