STORYMIRROR

Dr.Riddhi Mehta

Inspirational

4  

Dr.Riddhi Mehta

Inspirational

પ્રકૃતિનું કરીએ જતન

પ્રકૃતિનું કરીએ જતન

1 min
502

'શું કરૂં' એનું હતું એક મંથન,

કેમ અટકાવવું આ વૃક્ષોનું પતન ?


જે ઝાડ મારી સાથે જ મોટું થયું,

હું પૈસા, ને એ છાંયો ને ઉપજ આપતું થયું.


ઘરનાં મકાનો હવે લાગે છે નાનાં,

જગ્યા કાજે વૃક્ષો કપાય છે મોટાં.


જે આપે વધુ કમાઉ ચીજ,

એને રાખે સહુ એવી છે દુનિયાની રીત.


એનું આ સ્વાર્થી જગત કરે જતન,

બાકી બધાનું ભલે થાય પતન.


સુખી થવાની આંધળી દોટમાં,

પોતાની જાતને મુકી છે હોડમાં.


ઓઝોનના પડવાં લાગ્યાં છે ગાબડાં,

હવે તો સમજ ઓ માનવી બાપલા !


સમજાશે કિંમત તને આ પર્યાવરણની,

ગરમીથી લોકો થશે ત્રાહિમામ,

નહીં હોય ચોમાસામાં પણ વરસાદ.


ખાવાનાં ને પીવાનાં ફાંફાં પડશે વળી,

ને છપ્પનિયા દુકાળની સ્થિતિ સર્જાશે ફરી.


પાપી પેટને પોષવા માનવી માનવીને હણશે,

શું કામ તું પોતાના પગ પર કુહાડી મારે છે ?


આજથી જ કરીએ એક સહિયારો નિર્ણય,

પ્રકૃતિનું કરીશું સદા જતન,

વૃક્ષોનું નહીં થવા દઈશું પતન.


નવી પેઢીમાં પણ કરશું,

આ અમુલ્ય સંદેશનું વહન,

તો જ મળશે સૌને શાંતિનું જીવન !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational