STORYMIRROR

kusum kundaria

Classics

4  

kusum kundaria

Classics

પ્રકૃતિની ગોદ

પ્રકૃતિની ગોદ

1 min
264

ખળખળ વહેતી નદીમાં કેવી મસ્તી જામી છે,

ખુશીનો ખજાનો લઈને નાની હસ્તી જામી છે.!


દફતરનો ભાર ફગાવી પ્રકૃૃતિની ગૌદમાં ખેલે,

મિત્રો વચ્ચે બેફિકરાઈથી કુસ્તી જામી છે.!


ગાડી-બંગલાનો વૈભવ લાગે છે સાવ ઝાંખો,

નિજાનંદમાં છે બાળ, કેવી મુક્તિ જામી છે.!


પાણીની છોળો જાણે લાગે છે અમૃત બિંદુ,

એકબીજાને પરેશાન કરવાની યુક્તિ જામી છે.!


વગડાની ગોદમાં ઉછરેલા બાળ છે અનોખા,

સુખ-સગવડનો અભાવમાંયે તંદુરસ્તી જામી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics