પ્રકૃતિ
પ્રકૃતિ
ખળખળ વહેતાં ઝરણાં શોભા પર્વતની,
તેમાં વળી તરતાં તરણાં શોભા પર્વતની.
ઘૂઘવે સમદર ઉતંગ આભને આંબતાં,
ભરતી ઓટ જોયાં ઘણાં શોભા સમદરની.
વન બાગ ઉપવન ખેતરમાં પ્રકૃતિ મુસકાય,
ભમે પશુપંખીને હરણાં શોભા પ્રકૃતિની.
વર્ષારાણીએ ધરાને હરી ચાદર ઓઢાડી,
મેઘધનુ નભે સપ્તવરણાં શોભા ગગનની.
સંધ્યા ઉષા સૂરજ ચાંદ તારલાની જમાત,
લઉં પ્રકૃતિના ઓવારણાં શોભા કુદરતની.