પ્રકૃતિ રક્ષા
પ્રકૃતિ રક્ષા
વરસાવીએ ઝાઝેરા ભાવથી, પર્યાવરણ પ્રત્યે પ્રેમ
પ્રકૃતી રક્ષા કેરી જીવનમાં, કરીએ કાયમ કોઈ નેમ
વન વગડો ને વહેણમાં, વહેતો રહે નિર્મળ જૂવો પ્રેમ
માનીએ સાચા ભાવથી, આ પ્રકૃતિનો વરસતો પ્રેમ
પ્રકૃતી રક્ષા કેરી જીવનમાં, કરીએ કાયમ કોઈ નેમ
ધરતી પરનાં સાચા ભેરુ, આ વનમાં લહેરાતાં વૃક્ષો સાચા
જંગલોને પણ સાચવીએ, એક સાચા મિત્રની જેમ
પ્રકૃતી રક્ષા કેરી જીવનમાં, કરીએ કાયમ કોઈ નેમ
ખળખળ વહેલા નિર્મળ જળ, આપે ટાઢક હૈયે અપાર
જળ બચાવો અભિયાનની પણ જરૂરી છે કરવી નેમ
પ્રકૃતી રક્ષા કેરી જીવનમાં, કરીએ કાયમ કોઈ નેમ
પૃથ્વી કેરા પેટાળ મહીં, ભર્યા ભંડારો અહી અપાર
ઉજ્જવળ ભવિષ્ય કાજ, કરીએ વિવેકથી વાપરવાની નેમ
પ્રકૃતી રક્ષા કેરી જીવનમાં, કરીએ કાયમ કોઈ નેમ
'રાજ 'ઉજવીએ ઉત્સવ તરીકે, કરીએ પર્યાવરણ સુરક્ષાની નેમ
પ્રકૃતીને પુરુષ એક બનીને જ, જીવી શકે આ જગમાંય
વરસાવીએ ઝાઝેરા ભાવથી, પર્યાવરણ પ્રત્યે પ્રેમ