પ્રકાશ ઉત્સવ
પ્રકાશ ઉત્સવ
રંગબેરંગી રંગો ને આનંદનો ઉત્સવ,
રંગોળીના રંગોમાં ઘરમાં આવ્યો ઉત્સવ,
દિવાળીનો તહેવાર ને બાળકોને ઉમંગ,
ભાતભાતના ફટાકડા ફોડવાનો ઉમંગ,
દિવાળીના પાંચ દિવસ, બાળકોને જલસા,
એકબીજા સાથે રમતા, ફૂલઝરી પણ ફોડતા,
હાથમાં તારામંડળ ને ગોળ ગોળ ફેરવતા,
પ્રકાશના ચક્કર ને પ્રકાશિત થતું જોતા,
બાળકો સાથે વડીલો પણ આનંદ માણતા,
દિવાળીના તહેવારમાં સંપથી સહુ રહેતા,
રંગબેરંગી રંગો ને આનંદનો ઉત્સવ,
નાના મોટા સૌ મનાવે આ પ્રકાશ ઉત્સવ.
