STORYMIRROR

Asmita Shah

Romance

2  

Asmita Shah

Romance

પ્રિયે!

પ્રિયે!

1 min
2.9K


પ્રિયે!
સાવનની સરવાણી તને ભીંજવ્યા પછી,
મદોન્મત બનીને વહી રહી છે એમાં,

તું મારી તરસનું ક્યાસ ના કાઢ,
નજરદેહે તને નિહાળ્યા પછી,
મને ઢંઢોળી તુ મને પૂછે છે,

કે હું ચેતન છું કે અચેતન?
અરે તને ચાહયા પછી નરી ચેતના જ ચેતના છે,
અરે ,હું અચેતન થાવ તો એ શું?
ફુલ બની તારા કેશે મહેકીશ,

ખંજન બની તારા ગાલે કે,
અંજન બની તારી આંખે રહીશ,
પણ ડર છે ,
તારી એ ગૌર માંસલ લચકતી,
કેડેથી હું સરકી ના જવું !

બોલ ! પ્રિયે!! તારા માં હું ક્યાં વસું ?
છોડ ! તારામાં હું શ્વસું ને મારામાં તું !
શ્વશી શું ને?


Rate this content
Log in

Similar gujarati poem from Romance