STORYMIRROR

Asmita Shah

Others

2  

Asmita Shah

Others

ચિતારો

ચિતારો

1 min
14.2K


તું તો ચિતારો!
બોલ! તું મને ચીતરે?
હું વર્ણવું મારા મનોભાવોને બોલ ચીતરીશ?

કોયલ સાથે ગાએલા વસંતમાં પ્રણય ગીતો,
અષાઢે મોરના નાચે નાચતું મારું યૌંવન,
મારી આંખોમાં પ્રણયના કેફમાં ઉભરતા મોજાં,
તારા અધરો મને જ્યાં જ્યાં સ્પર્શ્યા ત્યાંથી;
ઉઠતા વિદ્યુતતરંગો અને તેમાંથી ઉઠતા કંપનોને;

બોલ! ચિતરીશને? ચિતરાશે ને?

મને તરછોડ્યા પછીનાં,
મેં ગુમાવેલા મારા ઉમંગોને મારામાં ઉદભવતા તરંગોને, 
મારી સુકાયેલી લોહી વગરની નસોને,
મારા ખોવયેલા વસંતગીતને,
મારા અષાઢી નૃત્યને, મારી વેરણછેરણ નિંદરને?

ચીતરી શકીશ? બોલ!

શીતાંશુની ચાંદનીમાં ...
તારા અધર મારા વદનને જ્યાં સ્પર્શ્યા એ સંવાદો,
એ સંવાદોમાંથી વેહતી મધુર રાગિણી
સાથે કરેલા સરિતા સ્નાન, કંઠે ઝુલતા કુસુમહાર,
એકબીજા વગરની એકલતાનો અભિશાપ,

ચિતર તું... ચિતારા...

સરિતા, લતા, કુસુમ, રાગિણી, સુધા...
બધામાં પ્રાણ ફુંક....
મને ચૂમીને...


Rate this content
Log in