STORYMIRROR

Asmita Shah

Others

2  

Asmita Shah

Others

એ તો હું છું

એ તો હું છું

1 min
2.1K


કયાંકથી કોઈક તો મને શોધશે !
દીવાલ ઉપર થીજી ગયેલા સુરજકિરણના લીસોટામાં,
હિમશીલાની જેમ ઠરીગયેલા, ઉગમતા આથમતા ઉમંગોના દરિયામાં
ઈચ્છાનાં ઓલવાતા દીવાની સંકોરાયેલી વાટમાં,

વિખેરાઈ ગયેલી વેણીનાં વેરાતા ફૂલમાં
ખોવાઈ ગયેલી વાણીના વાચાળ કુવામાં
સ્પર્શનું ભાન ખોઈ બેઠેલાં આંગળીના ટેરવામાં ,

જ્યાં જ્યાં મેં દુઃખ વેર્યું છે ત્યાં ત્યાં...
હું ઊભો હતો ! તારી રાહમાં...
હું બેઠો હતો ! તારી ચાહમાં...

પણ ! તું તો ન આવ્યો !
સુખની ભ્રામક દુનિયામાં...
તું મને ન કળી શક્યો...

અને ! આપણા પંથ ફંટાઈ ગયા...


Rate this content
Log in