STORYMIRROR

Asmita Shah

Children

2  

Asmita Shah

Children

ચકલી

ચકલી

1 min
13.7K


એક ચકલી નાની,
શેહર જોવા ચાલી!
મોરપીછની સાડી પેહરી, નાકે પેહરી વાળી..

આંખે કાળી મેશ આંજી,
હોઠે લગાવી લાલી..
પગમાં ઊંચા સેન્ડલ પેહરી, ટક ટક કરતી ચાલી..

આંખે કાળા ગોગ્લસ પેહરી,
ખભે પર્સને ટીંગાડી..
વદને મોઘું અત્તર છાંટી, રુમઝુમ કરતી ચાલી..

અત્તરની ફોરમ ફાવે નહિ,
સાડી પેહરી ચલાય નહિ..
ગોગલ્સનાં ડોળા મોટા, સામે ઉભેલું કળાય નહિ..
ચકલીબેન ગભરાયા, માળે જઈને સંતાયા!


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Children