STORYMIRROR

Isha Kantharia

Children Stories Others Children

3  

Isha Kantharia

Children Stories Others Children

બાળપણ

બાળપણ

1 min
168

ઉઘાડા પગે મહોલ્લામાં ફરતાં'તાં એ સમયની આ વાત છે,

એકબીજા સાથે મળીને રમતાં'તાં એ સમયની આ વાત છે,


ખિસ્સાઓ ખાલી હતા પણ મહારાજા જેવો વટ હતો,

ભાઇબંધને દુનિયા ગણતાં'તાં એ સમયની આ વાત છે,


ખુશીમાં ભેટી પડતા અને ગુસ્સામાં મારપીટ કરી રિસાતા,

તે છતાં એકબીજાને પ્રેમ કરતાં'તાં એ સમયની આ વાત છે,


જ્ઞાતિના ભેદો, અમીરો- ગરીબોથી કોઈ ફરક પડતો નહિ,

નાસ્તો એકબીજાનો જ જમતાં'તાં એ સમયની આ વાત છે,


કિટ્ટા-બુચ્ચાથી પણ દોસ્તીની ડોરમાં નાની ગાંઠ ન પડતી,

સૌ હાથમાં હાથ પકડી ચાલતાં'તાં એ સમયની આ વાત છે,


હવે સૌ કયાં છે ? શું કરે છે ? કેટલું કમાય છે ? કોઈને નથી ખબર,

આતો બધા ભેરુઓ સાથે ભણતાં'તાં એ સમયની આ વાત છે.


Rate this content
Log in