કોરોનાનો કહેર
કોરોનાનો કહેર
કોરોનાનો એવો કહેર વર્તાયો
કે સૌ માનવી પૂરાયા પાંજરે,
અમે નાના અબુદ્ધ, ભોળા બાળ,
અમારે તો શાળા મનગમતી થાળ,
પીરસાતું રોજ ત્યાં જ્ઞાનનું ભાથું,
પકડી લેતા હાથ જ્યાં અમે ખાતા ગોઠું,
કોરોનાનો એવો કહેર વર્તાયો
કે સૌ માનવી પૂરાયા પાંજરે,
જ્યારથી આવી કોરોનાની આફત,
અમારી તો થઈ ગઈ ખરાબ હાલત,
સુની પડી ગઈ છે અમારી શાળા,
અમારી કિસ્મતને લાગ્યા છે તાળાં,
કોરોનાનો એવો કહેર વર્તાયો
કે સૌ માનવી પૂરાયા પાંજરે,
સૂની થઈ ગઈ શાળાની દીવાલ,
અને બેન્ચો પણ થઈ ગઈ કંગાલ,
થાક્યા અમે વિડીયો ગેમ રમીને,
કંટાળ્યા ઘરનું જ ભોજન જમીને,
કોરોનાનો એવો કહેર વર્તાયો
કે સૌ માનવી પૂરાયા પાંજરે,
મિત્રો સાથે કરતાં ધમાચકડી,
સખીઓ સાથેફરતા ફેરફૂદરડી,
યાદ આવે શિક્ષકની મીઠી ફટકાર,
રોજ થતી મિત્રો સાથે રૂડી તકરાર,
