STORYMIRROR

Rajeshri Thumar

Children

3  

Rajeshri Thumar

Children

નવજાત શિશુ

નવજાત શિશુ

1 min
794

કંઈક નવી આશા દિશા સહ જઈશ દુનિયામાં,

મન હરખાયું કે જઈને જ આપીશ ખુશી મોરી માને,


છોડ આ બંધનથી હે ઈશ્વર જલ્દી તું મને,

મુક્ત કરી દે દુઃખથી હે ઈશ્વર જલ્દી મોરી માને,


કરી સહન અપાર વેદના મોરી માને,

મુંજ તણું જોયું મુખડું ત્યારે મોરી માઁ એ,


પણ, લઈ આવ્યો હું બીમારી તણું ઘર,

બદલી ગયું પલભરમાં જ મુખડું મોરી માનું,


દુઃખ ભૂલી પોતાનું, ભૂલી એક ઝાટકે ખુશી,

લાગી રિઝવવા ઈશ્વરને કર રક્ષા મોરા શિશુની,


જોઈ રહ્યો લાચાર થઈને કરી રહ્યો મહેસૂસ,

નહી ભૂલું ઉપકાર તણો બદલો, ધન્ય તને મોરી માઁ.


Rate this content
Log in

Similar gujarati poem from Children