STORYMIRROR

Rajeshri Thumar

Children Stories Drama

3  

Rajeshri Thumar

Children Stories Drama

દીકરો વહાલનું આસમાન 'તેજ'

દીકરો વહાલનું આસમાન 'તેજ'

1 min
118

પૂજ્યા દેવ ઘણા, દીઠું તુજ મુખ,

ભૂલી દુઃખ, બની પાગલ જોઈ હસતું તુજ મુખ,

લાગતી મુજ પ્યારી તુજ ભાષા કાલી,

તરસતી સાંભળવા તુજ ભાષા કાલી.


થયો મોટો જેમ વધ્યા તુજ નખરા,

લાગતી મુજ પ્યારી છૂપી નખરા તણી માંગ,

નટખટ નખરાળો તું છો વ્હાલનું આસમાન,

ગુંજતું ઘર આખું તુજ નખરા તણું.


ખૂંદતા ખોળો તું બોલતો ઓ...... મમ્મા,

શું લઈ દઈશ તું મને આ જન્મદિને,

ગમતી તુજ નિખાલસ માંગ ઘણી,

હૈયું હરખાઈ પહોંચતું સ્વર્ગ ભણી.


કરી તુજ અળગો સ્કૂલના એ પ્રથમ દિન,

બની અતિ વિહવળ, જયારે તું રોમાંચક,

ના કરતી ક્યારેય પળ એક અળગો,

તેથી જ તો દહાડો બન્યો યુગ.


રમવું અને રમાડવું તુજ ખુબ ગમતું,

ના ગમતો ભણતર તણો ભાર તેજસ્વી તેજને,

એટલે જ તો થાકતો તું ગમ્મત વિનાના જ્ઞાનથી.


Rate this content
Log in