ઝરુખો
ઝરુખો
1 min
205
મારા ઘરનો છે અનોખો ઝરૂખો,
ખૂબ નાનો ને રૂપાળો ઝરૂખો,
રાજમહેલ બનાવે ઘરને ઝરૂખો,
રોજ સવારે મને બોલાવે ઝરૂખો,
અલક મલકની વાતો કરે ઝરૂખો,
મન નિરાશ થતાં જાઉં હું ઝરૂખે,
અકળામણ મારી જઈ ઠાલવું ઝરૂખે,
અતિશય શાતા આપે ઝરૂખો,
મન પ્રફલ્લિત બને ઝરૂખે,
યોગાસનો - પ્રાણાયામ કરું ઝરૂખે,
મને ખૂબ મારો વ્હાલો ઝરૂખો.
