બગલથેલો- એક દફ્તર
બગલથેલો- એક દફ્તર
એ...હાલો.
એ...હાલો.
કહેતા થેલો ખભે લટકે
થોડીવારમાં બે-ચાર મિત્રો
દફ્તર લઈને નીકળે,
એકના હાથમાં લાંબી થેલી
બીજાના ખભે બગલથેલો
લાંબો લાંબો લટકે
ઝોલા ખાતો જોવા મળે,
આવી ગયા બધા...
એ.. ભાઈબંધ..ની બૂમો સાથે
સૌ નિશાળે જવા નિકળે,
આવા હતા એ દિવસો
આજે યાદ બહુ આવે,
ક્યાં હશે એ મિત્રો !
બાળપણનો સાથ હવે છૂટે !
રમત કરતા ગમ્મત કરતા
નિશાળે સૌ જતા
રિસેસ ટાણે સૌ મિત્રો
સાથે નાસ્તો કરતા
હું લાવું સેવમમરા,
મને બહુ ગમતા
નાના નાના ગાંઠીયા ને
સુખડી પણ મિત્રો લાવતા,
નાના નાના દફતરમાં
કેવી યાદો રહેતી !
આજે પણ દફ્તર જોઈને
જુની યાદો છૂપી ના રહેતી
ક્યાં હશે એ મિત્રો !
બાળપણનો સાથ હવે છૂટે !
પુરાની યાદો ભૂલાતી યાદો
દફ્તર બનેલો બગલથેલો ક્યાં ?
