બગીચાનો બાંકડો
બગીચાનો બાંકડો
1 min
150
બગીચાનો બાંકડો,
ઠંડી હવાઓની ભેટ ધરે,
અવનવા લોકોની સાથે વાત કરાવે,
રંગ બેરંગી ફૂલો સાથે મુલાકાત કરાવે,
ફૂલોની સુંગંધથી,
તન મનને પ્રફુલ્લિત કરે,
નીત નવી જાણકારી આપે,
દુનિયાભરનાં સમાચારોથી જાણકાર બનાવે,
વ્યથા અને પીડાથી મુક્ત કરે,
દિલને હળવું કરે,
દુઃખને હળવુંફૂલ કરે,
ઉદાસીને અસ્તવ્યસ્ત કરી નાખે,
કુદરતની નજદીક લાવે,
હૈયે પ્રેરણા જગાવે,
કુદરતમાં આસ્થા જગાવે,
આત્મવિશ્વાસ જગાવે,
આ બગીચાનો બાંકડો.
