STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

ચાલને આજે

ચાલને આજે

1 min
156

ચાલને આજે ખુલ્લા ગગને વિહરીએ

શિયાળાની ઠંડીને બેઠા બેઠા માણીએ,

ચાલને આજે....


ઠંડી ઠંડી પવનની લહેર સંગે

મીઠી મીઠી વાતોની ગોષ્ઠિ કરીએ,

ચાલને આજે...


કાળાં કાળાં વાદળને ઠંડીની છે રાત

બંધ દીવાલોની બહાર આજ માણીએ,

ચાલને આજે...


બાજરીનો રોટલો સાથે રીંગણનું ભરથું

ભૂલાવી દે જમણ હોટેલનું એ જમીએ,

ચાલને આજે....


બંધ કબાટમાં પડેલ છે સ્વેટરને મોજા

આજે એને પણ ખુલ્લાં ફરવા દઈએ,

ચાલને આજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational