STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

જીવનની કેડી પર ચાલીએ હસતા હસતા

જીવનની કેડી પર ચાલીએ હસતા હસતા

1 min
179

જીવન ભરેલું છે અગણિત મુશ્કેલીથી

એને પાર કરવા ઈશ્વર આપે સૌને શક્તિ

જીવનની કેડી પર ચાલીએ હસતા હસતા....!


મળેલા માનવદેહ ને ઝળહળતું રાખવા

કઠિનાઈ ભરી જિંદગી સુખેથી પાર કરવા

જીવનની કેડી પર ચાલીએ હસતા હસતા...!


વેરઝેર અને ઈર્ષા દરેક પળે જોવા મળતી

એ બધાથી પર રહીને ઈશ્વરને યાદ કરીએ

જીવનની કેડી પર ચાલીએ હસતા હસતા...!


વડીલો અને અશકતની સહાય હંમેશા કરીએ

નાનાં નાનાં બાળકોને પ્રેમ ભરપૂર આપીએ

જીવનની કેડી પર ચાલીએ હસતા હસતા...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational