STORYMIRROR

Asmita Shah

Others

2  

Asmita Shah

Others

ઇશ્વર સાથે ઝઘડો

ઇશ્વર સાથે ઝઘડો

1 min
2.8K


ઈશ્વર! જોડે આજે મારે ઝઘડો થઈ ગયો!
તું.. તું, મેં.. મેં, હુંસાતુંશી, ને વાત વણસી ગઈ..


વાંસળીનાં સૂર એણે સંભળાવ્યા,
પ્રેમનાં ગીત એણે ગાયા,
ભાવનાનો રાસ એણે રમાડ્યો,
ગોપીનાં ચીર એણે ચોર્યા,


રણછોડીને એ નાઠો,
છળકપટ, ઈન્દ્રજાળ બધી એની,
ને ઝઘડો મારી સાથે?

પ્રેમમાં છળ તું કરે છે,
માયામાં તું રાચે છે,
રોજની તારી અગણિત માગણી,
વિષયસુખની તને છે અભીપ્સા,
જીવ અને શિવની સંતાકુકડીમાં,

મને શોધ્યાનો ડોળ છેતરામણી, લોભી, વિષયી,
ને ઈશ્વર! જોડે આજે મારો ઝઘડો થઈ ગયો.


Rate this content
Log in