મારી રાજકુમારી મોટી થઈ ગઈ
મારી રાજકુમારી મોટી થઈ ગઈ
મારી રાજકુમારી આજે મોટી થઈ ગઈ
વસ્તુ માટે જીદ કરતી આજે લાખો કમાતી થઈ ગઈ
ઘરમાં ભાઈ બહેનો સાથે ઝગડા કરતી
આજે ભાઈ બહેનોની જવાબદારી લેતી થઈ ગઈ
આ શાક ને પેલું શાક ના ભાવે એવા નખરા કરતી
આજે કડવા કારેલા પણ ખાતા શીખી ગઈ
અલ્લડ ને મસ્તીખોર મારી લાડલી
પરિવાર પર બધું ન્યોછાવર કરતા સીખી ગઈ
મારાથી કદી અળગી ના થનારી આકાશે ઉડી
અમેરિકાની ધરતી પર ઉતરાણ કરી ગઈ
મારી રાજકુમારી રોક ટોક ના સહન કરનારી
આજે મમ્મી પપ્પા ને તબિયત માટે ટકોર કરતી થઈ ગઈ
બેજવાબદાર બેફિકર બની મહાલતી મારી લાડલી
પૂરા ઘરની જવાબદારી રાખતા સીખી ગઈ
