STORYMIRROR

Mulraj Kapoor

Tragedy

4  

Mulraj Kapoor

Tragedy

પરિવર્તન

પરિવર્તન

1 min
277

પરિવારોના ભાગલા,

આંતરિક એ મામલા,

ધીમે ધીમેથી આવતા,

ઘરોની અંદર ફેલાતા,

સાંકળાશ ભર્યા દાયરા,

વિદેશ તણા એ વાયરા.


સૌ સ્વકેન્દ્રી બની ગયા,

સબંધો ખાટા થતાં થયા,

ટુંકા થતા ગયા વહેવારો,

ખાસ હતાં જે તહેવારો,

લોકો આવી ગલે મળતા,

તે હવે શોધ્યા નથી જડતા.


અન્ન જેમના જુદા હોય,

તેના મન પણ જુદા હોય,

જ્યાં ભાગાકાર થતાં રહે,

તેને સરવાળા કોણ કહે,

પરિવર્તન સામે જ દેખાય,

તો કેમ કરીને અવગણાય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy