પરિવાર
પરિવાર
હોય ભલેને એ નાના કે મોટા
વડ,વડવાઈ અને તેના ટેટા,
અડીખમ થઈને ઊભા રહેતા,
ટાઢ, તાપ હસતા મોઢે સહેતા,
પરિવારો વડલા સમ ગણાતા,
જેમાં સૌ સંપથી વાસ કરતા,
ઊંચ ને નીચ તણો ભેદ નહીં,
સૌ ઘરમાં રહેતા શિસ્ત મહીં,
સુખોના સરવાળા થતા રહેતા,
દુઃખોની તો એ બાદબાકી કરતાં,
સંસ્કારોતણું જ્યાં સિંચન થાતું,
એમાં કોઈ નહીં બાદ રહી જાતું,
અમન્યા વડીલો તણી જળવાતી,
જમવાને પંગત એક જ બેસતી,
પ્રેમભાવ આદર સત્કાર વધતા,
પાઠ જીવનના અનેરા ભણતા,
જેના અન્ન જુદા એના મન જુદા,
વાતની ગાંઠ બાંધી રાખતા સદા.