Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sheetal Bhatiya

Inspirational Others

3  

Sheetal Bhatiya

Inspirational Others

પ્રીતનો તલસાટ

પ્રીતનો તલસાટ

1 min
13.6K


મોકલ્યો ઈશે મોંઘેરો પરસાદ, આવ્યો ઝરમર ઝરમર વરસાદ !

તારા સ્મરણોમાં ભીંજાયને,

થયો પ્રીતનો તલસાટ !


મયુર ટહુક્યા ટેહુક ટેહુક,

ઢેલડી નાચી ઊઠી થૈ થૈકાર;

મન મ્હારું લાગી ગયું તુજમાં, ચંચળ રહે મુજ આતમનો ઝણકાર !


માટી મહેકી ઊઠી અણુએ અણુથી,

ધરતીએ ધારણ કર્યો લીલુડો લીબાસ;

મારા જીવનનો શણગાર તુજથી , તેથી જ તો વટવાળો છે તારો મીજાસ !


ધરાની છાતીએ ઉગ્યા હર્યાભર્યા તૃણ,

જાણે નવજાત શિશુના શિરે ઉગ્યા કેશ;

મુજ ઓષ્ટ પર ખીલી લાલી, ને નયનોમાં અંજાય ગઈ કાજળ લેશ !


વીજળી જાણે ચમકીને ખેંચે છે તસવીરો,

જગદીશ જેવો કોણ તસવીરકાર ?

તારી મીઠી યાદોની છે મારા નયનોમાં તસવીરો, મારા જીવનનો છે તું ચિત્રકાર !


શરમથી તન્મય થયું તનમન વરસાદમાં,

શમણાંમાં પિયુ તું આવ્યો;

‘સ્વપ્નીલ‘ના અધૂરા સ્વપ્નમાં, સોહામણી પ્રીત વર્ષા તું લાવ્યો ! શીતલ આનંદ રાયસોની


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational